///

CBIએ 121 કરોડના બેંક લોન કૌભાંડમાં સુરત અને નવસારીમાં 5 સ્થળે રેડ પાડી

બેંક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરાઈ હોવાની ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ CBIએ દાખલ કરીને દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે CBIના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નવસારીથી રજીસ્ટર્ડ થયેલી સૂર્યા એક્ઝિમ લિમિટેડ નામની કંપની અને તેના ડાયરેક્ટર જે. પી. સાબુ, બેંકના અધિકારીઓ તથા અજાણ્યા લોકો સામે બેંકોના કન્સોર્ટિયમ વતી કેનેરા બેન્ક તરફથી ફરિયાદ પર CBIએ કેસ નોંધ્યો છે.

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2017થી 2019ના સમયગાળા દરમિયાન આરોપીએ કેનેરા બેંક સહિતના બેંકોના કન્સોર્ટિયમની છેતરપિંડીનું કાવતરું ઘડી રૂ. 121.05 કરોડ બનાવટી અને ભંડોળના ડાયવર્ઝન દ્વારા કથિત રૂપે કંપની ક્રેડિટ સુવિધાઓનો લઈ રહી હતી.

સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કંપનીએ કન્સોર્ટિયમ સદસ્ય બેંકો પાસેથી કોઈ વાંધાજનક પ્રમાણપત્ર લીધા વિના ખાનગી બેંકોમાં ખાતા જાળવી રાખ્યા હતા અને બેંકોના ભંડોળ છૂટા કરવા માટે કપટપૂર્ણ વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.

જોકે ખાતું NPA બન્યું, તેનાથી કન્સોર્ટિયમને રૂ .121.05 કરોડનું કથિત નુકસાન થયું. ગુજરાતના સુરત અને નવસારી ખાતે આરોપીઓના સત્તાવાર અને રહેણાંક મકાનો સહિત પાંચ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં નવસારીના જલાલપોર, સુરતના જશ માર્કેટ સહિતના સ્થળો પરથી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.