///

પશ્ચિમ બંગાળના 20 સ્થળો પર CBIના દરોડા

પશ્ચિમ બંગાળમાં 20 સ્થળો પર CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય તપાસ એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર, આ રેડ 20થી વધુ સ્થળો પર કરવામાં આવી રહી છે. આ રેડ ગેરકાયદેસર કોલસા રેકેટ સાથે જોડાયેલી છે.

તો બીજી તરફ આયકર વિભાગે કોલ રેકેટના કિંગપિન ગણાતા અનૂપ માંઝીને નોટિસ ફટકારી છે. અનૂપ માંઝીના કાર્યાલય તેમજ સંપર્કના સ્થળો પર પણ CBIએ રેડ પાડી છે. આ રેડ આસનસોલ, દુર્ગાપુર અને રાનીગંજ જિલ્લામાં પાડવામાં આવી છે. કેન્દ્રીય તપાસ બ્યૂરોના એન્ટી કરપ્શન બ્રાંચ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત CBIએ બે મહિના પહેલા પણ પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળો પર રેડ પાડી હતી, ત્યારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુઓની ગેરકાયદેસર તસ્કરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ કોલકાતા અને મુર્શિદાબાદમાં પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.