//

ક્યાંક આવી પણ દિવાળી, હોસ્પિટલમાં કરી ઉજવણી જૂઓ VIDEO

દેશમાં ગઇકાલે શનિવારે દિવાળીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કોરોના વાઈરસની મહામારી વચ્ચે દિવાળીમાં દેશના કેટલાક રાજ્યોમાં ફટાકડા ફોડવા અંગેના કેટલાક નિયમો લાગૂ કરવામાં આવ્યા હતાં. જો કે તેમ છતાં લોકોએ આતશબાજી કરી હતી. આ બધા વચ્ચે કેટલાક એવા લોકો પણ છે, જેમની દિવાળી હોસ્પિટલમાં વીતી.

ગુજરાતના વડોદરામાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોએ હોસ્પિટલમાં જ ડૉક્ટરો અને હેલ્થ વર્કરો વચ્ચે દિવાળી ઉજવી હતી.

વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દિવાળી મનાવવામાં આવી હતી. જેમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલના કર્મચારીઓ અને હેલ્થ વર્કરો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.