///

નવરાત્રિ પૂર્ણ થતાં સોમવારથી અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર

નવરાત્રિમાં દર્શન માટેનો સમય અને સૂચનો
યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.
દરેક શ્રદ્ધાળુએ મંદિરમાં ફરજિયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે.
સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને દર્શન માટે નહીં આવવા અપીલ.

અંબાજી મંદિરમાં નવરાત્રિ પૂર્ણ થતાંની સાથે જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભક્તોને દર્શન કરવામાં કોઈ પ્રકારની અગવડતા વગર દર્શન કરી શકે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે અંબાજી મંદિરમાં સવારે આરતીનો સમય 7.30 કલાકથી 8 કલાક સુધી કરવામાં આવ્યો છે. તો સવારે 8 કલાકથી 11.30 કલાક સુધી ભક્તો માતાના દર્શન કરી શકશે.

અંબાજી દર્શનનો સમય
સવારે આરતી- 7.30થી 8 કલાક સુધી
સવારે દર્શન 8 કલાકથી 11.30 કલાક સુધી
દર્શન બપોરે- 12.30થી 4.15 કલાક સુધી
સાંજે આરતી- 6.30થી 7 કલાક સુધી
સાંજે દર્શન- 7 કલાકથી 9 કલાક સુધી

આ ઉપરાંત શ્રી આરાસુરી અંબાતી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, આજથી એટલે કે આસો સુદ એકાદશીથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.