/

હોળીના તહેવારોમાં અંબાજી મંદિરના સમયમાં ફેરફાર

હોળીના તહેવારોને લઇને મંદિર ટ્રસ્ટ દ્રારા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હોળીના તહેવારો દરમિયાન દર્શન કરવા આવતા ભક્તોની ભીડને ધ્યાને રાખીને સમયમાં ફેરફાર કર્યો છે. 9મી માર્ચે હોળીનો તહેવાર છે તે દિવસોમાં ભક્તોના ઘોડાપુર આવતા હોઈ છે તેથી ભક્તો માતાજીના દર્શન શાંતિથી કરી શકે તેના માટે મંદિર વહીવટ કરતા ટ્રસ્ટ સમયમાં ફેરફાર કર્યો છે જેમાં મંગળા આરતીનો સમય સવારે 6 થી 6:30 આરતીનો લાહવો લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 6 : 30 વાગ્યા થી 11:30 સુધી દર્શનનો લાભ લઇ શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 12 વાગ્યે રાજભોગના દર્શનનો પણ લાભ લઈ શકાય તેમજ 12:30 થી 4:30 સુધી માતાજીના દૂર ખુલ્લા રાખી શકાશે જેથી દૂર દૂર થી આવતા ભક્તોને માતાજીના દર્શનનો લાહવો મળે તેમજ હોળી પ્રગટાવવાનો સમય છે 6:15 વાગ્યાનો અને સયન આરતીનો સમય છે સાંજે 7 વગ્યા થી 7 :30 વાગ્યા સુધી થશે તેવું આયોજન મંદિર વહીવટી તંત્રએ નક્કી કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.