/

ડાકોર રણછોડરાય મંદિરના સમયમાં થયા ફેરફાર

દિવાળીને આવવાને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં કોરોના મહામારીને પગલે કેટલાંક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલમાં દિવાળી નજીક હોવાથી તેમજ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને હાલમાં ઘણાં મંદિરોના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં ડાકોરના રણછોરાયજી મંદિરના સમયમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં મંગળા આરતીથી લઇને શયન આરતી સુધીના તમામ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભક્તોની આસ્થાને ધ્યાને લઈને ડાકોરના મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. આ મંદિરમાં સવારે 6:45 કલાકે મંગળા આરતી થશે. સવારે 6:45 થી 9:00 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. તો 14 નવેમ્બરના રોજ હાટડી દર્શન થશે. સવારે 9 વાગ્યા બાદ ઠાકોરજી ભોગ આરોગવા બિરાજમાન થશે. સવારે 9:30થી 11:15 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલશે.

આ મંદિરમાં બપોરે 12 કલાકે ભગવાનના રાજભોગ દર્શન થશે અને ત્યાર બાદ ભગવાન પોઢી જશે. સાથે જ 15મીએ ભગવાનનો અન્નકુટ ઉત્સવ ઉજવાશે. બપોરે 3:34 કલાકે નિજ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. અંતે બપોરે 4:00થી 5:20, બપોરે 5:40થી 6:30 અને ત્યારબાદ 7:15એ સુખડીભોગ ધરાવીને ભગવાન પોઢી જશે.

Leave a Reply

Your email address will not be published.