////

સુરત : PSI અમિતા જોશી આપઘાત કેસ, પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

સુરત PSI અમિતા જોશી આપઘાત કેસમાં મૃતક અમિતા જોશીના પિતા નિવૃત્ત જમાદાર બાબુ જોશીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ વ્યાસ તેમ જ સસરા, સાસુ અને બે નંણદો સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે.

વૈભવનું અન્ય મહિલા સાથે ચક્કર, અમિતાના રૂપિયા, ફ્લેટ જેવી અનેક બાબતે વારંવાર તેને ટોર્ચર કરવામાં આવતી હતી. આ સમગ્ર બાબતોનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમરેલીના ધારી જિલ્લાના વતની બાબુભાઈ શાંતિલાલ જોશી નિવૃત જમાદાર છે. તેઓ અમરેલી જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવીને 2015માં નિવૃત્ત થયા હતાં. તેમની મોટી પુત્રી અમિતા જોશી પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી અને ત્યારબાદ 2013માં સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા આપી પાસ થઈ હતી. અમિતા જોશીનું પોસ્ટિંગ 2018માં સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં થયું હતું.

ઉલ્લેખનિય છે કે 5 ડિસેમ્બરે અમિતા જોશીએ રિંગ રોડ ફાલસા વાડી ખાતે પોતાના સરકારી મકાનમાં સરકારી રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના બની તે દિવસે અમિતાના પિતા બાબુભાઈ જોષીએ પુત્રીએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી જાતની હત્યા કરી છે તેવા આક્ષેપો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.