///

હવે ખાનગી ક્ષેત્રની આ બે બેંકોના ખાતામાં પૈસા જમા કરાવવા પર વસૂલાશે ચાર્જ

ખાનગી ક્ષેત્રની ICICI Bank અને Axis Bankએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આ અંગે બેંકે જણાવ્યું કે, હવે નોન બિઝનેસ ઓવર્સમાં અને રજાઓના દિવસે રિવાઈકલર અને કેશ ડિપોર્જિટ મશીનના માધ્યમથી પૈસા જમા કરાવવા પર ફી આપવી પડી શકે છે. મળેલ માહિતી પ્રમાણે જો હવે રજાના દિવસોમાં અથવા બેંકના સમય સિવાય કેશ રિસાઈકલર અને કેશ ડિપોજિટ મશીનનો ઉપયોગ કરો છો તો ગ્રાહકો પાસેથી સુવિધા ચાર્જ તરીકે રુ. 50 લેવામાં આવશે. બેંકના નોટિફિકેશન મુજબ ICICI Bank રજાના દિવસોમાં અને વર્કિંગ દિવસોમાં સાંજના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ગ્રાહકો પાસે સુવિધા ચાર્જ તરીકે 50 રુપિયા વસૂલશે.

આ ઉપરાંત બેંક ઓફ બરોડાએ પણ 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકોને નક્કી સમયથી વધારે સમયે લેવળદેવળ માટે ચાર્જ ચૂકવવો પડશે. બેંકે જણાવ્યું કે કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેસ બ્રાન્ચ, લોકલ નોન બેસ બ્રાન્ચ અને આઉટસ્ટેશન બ્રાન્ચ દ્વારા હવે એક માસ માટે 3 વખત કેસ ઉપાડવું ફ્રી છે. તો ચોથી વારમાં 150 રુ. પ્રતિ ટ્રાન્જેક્શન ચાર્જ આપવો પડશે. બેંક ઓફ બરોડામાં કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, કૈશ ક્રેડિટ અને અન્ય અકાઉન્ટ માટે બેસ તથા લોકલ નોન બેસ બ્રાન્ચમાં 1 નવેમ્બરે કેશ હેન્ડલિંગ ચાર્જ પ્રતિ એકાઉન્ટ 1 લાખથી વધારે પૈસા જમા કરવા પર 1 હજાર પર 1 રુપિયો આપવો પડશે.

ચાલુ વર્ષની શરુઆતમાં એક્સિસ બેંકે પણ બેન્કિંગ અને રાષ્ટ્રીય અને બેંકની રજા સિવાય રોકડ જમા કરાવવા પર 50 રુપિયા સુવિધા ચાર્જ લગાવવાનું શરુ કર્યો છે. જેમાં એક મહિનામાં 3 વાર પૈસા મફતમાં જમા કરાવી શકાશે. આ બાદ પ્રત્યેક લેવળદેવળ પર 40 રુપિયા ચાર્જ લગાવાશે.

Leave a Reply

Your email address will not be published.