/

રાજ્યમાં અમદાવાદ સહિત આ મોટા શહેરોમાં છઠ પૂજા કરાઈ રદ

ઉત્તર ભારતમાં છઠ પૂજાનું ખુબ મહત્તવ રહેલું છે. જેમાં છઠના દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત કરે છે તેમજ સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. રાજ્યમાં અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં દરવર્ષે છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોકે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં છઠ પૂજાનું આયોજન થશે નહિ.

કોરોનાના વધતા સંક્રમણે પગલે અમદાવાદમાં ચાલુ વર્ષે છઠ પૂજાનું આયોજન થશે નહીં. છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઈન્દિરા બ્રિજ છઠપૂજા ઘાટ ખાતે છઠ પૂજા નહિ યોજાશે નહીં. આ અંગે સમિતિ દ્વારા જણાવાયું છે કે, આ પૂજામાં મહિલાઓ દ્વારા 3 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એવામાં ઘાટ પર આવેલા કુંડના પાણીમાં સંક્રમિત વ્યક્તિ ઉતરે તો તેને ચેપ તમામને લાગવાની શક્યતા છે. તેથી તમામ ઉત્તર ભારતીય અને બિહારી નાગરિકોને છઠ પૂજા ઘરમાં રહીને કરવાની સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.

તો બીજી બાજુ વડોદરામાં કોરોનાના કારણે મહીસાગરના નદીના કિનારે છઠ પૂજા રદ કરાઈ છે. વડોદરાના કમલાનગર તળાવ કે હરણી સહિત વિવિધ તળાવો પર પણ છઠ પૂજા નહિ કરી શકાય. આ અંગે પાલિકા કમિશ્નર પી. સ્વરૂપે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર સ્થળો અને તળાવો પાસે છઠ પૂજા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યારે 40 વર્ષમાં પ્રથમવાર 4 લાખ ભક્તો ઘરે જ છઠ પૂજા કરશે.

આ ઉપરાંત સુરતમાં છઠ પૂજાને લઈ વિવિધ જગ્યા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત મૂકી દેવાયો છે. મનપા દ્વારા છઠનો કાર્યક્રમ પણ રદ્દ કરાયો છે. કોરોનાના કારણે મનપાએ અગાઉ સમાજના અગ્રણી સાથે મીટિંગ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.