/////

જાહેર કરેલા વીડિયોમાં જેમના નામ છે તેમની સામે તપાસ કરો: અમિત ચાવડા

ગુજરાતમાં બે દિવસ બાદ 3 નવેમ્બરને મંગળવારના રોજ આઠ બેઠક પર થનારી પેટાચૂંટણીને લઈને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે ઘમાસાણ થઈ રહ્યુ છે. કોંગ્રેસે ધારાસભ્યોની ખરીદ વેચાણનો કથિત વીડિયો જાહેર કર્યો છે. જે મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડા તપાસની માગ કરી રહ્યા છે.

વીડિયોમાં જેમના નામનો ઉલ્લેખ છે તેમની સામે તપાસ કરવાની કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી રહી છે. જેમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી તપાસ થાય તેવી કોંગ્રેસ માગ કરી રહ્યું છે. ભાજપે ધારાસભ્યો ખરીદ્યા એટલે ચૂંટણી આવી અને કોરોનાકાળમાં ચૂંટણી ભાજપના કારણે યોજાઈ રહી છે.

કોંગ્રેસે ભાજપ દ્વારા થયેલી સોદાબાજીનો વીડિયો જાહેર કર્યો છે. કોંગ્રેસના સભ્યોને પૈસા અને પદની લાલચ આપીને ખરીદાયા હોવાનું અમિત ચાવડાએ કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ વીડિયો મારફતે કરોડો રૂપિયા આપ્યા તેનો ખુલાસો થયો છે. વીડિયોમાં સોમા પટેલ ભાજપ સાથે ડીલની કરી રહ્યા છે. CM અને અમિત શાહે કેટલાકને પૈસા તો કેટલાકને સત્તાની લાલચ આપી ખરીદ્યા છે. રાજીનામા આપવા માટે નાણાંના વ્યવહાર મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. પૈસા આપી ભાજપે ધારાસભ્યોને રાજીનામા અપાવ્યા છે. એટલું જ નહીં રૂપાણી, પાટીલ અને અમિત શાહના નામનો વીડિયોમાં ઉલ્લેખ છે.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં પક્ષપલટાનું અને ચૂંટણી જીતવા પૈસા આપી ધારાસભ્યોને ખરીદવાનું રાજકારણ છતુ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.