//

સી-પ્લેનની ટિકીટ બુક કરતા પહેલા જાણી લો આ ફેરફાર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરના રોજ ગુજરાતને સી-પ્લેનની મહામૂલી ભેટ આપી છે. ત્યારે સી-પ્લેનની ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ધાંધિયા શરૂ થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ ન થતા પ્રવાસીઓ બુકિંગ ઓફિસે પહોંચ્યાં હતા.

સી-પ્લેનમાં સફર કરવા માટે બુકિંગને લઇને ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ ન થતા પ્રવાસીઓ બુકિંગ ઓફિસે પહોંચ્યાં છે. જેમાં ટિકિટ લેવા આવતા પ્રવાસીઓ દ્વારા ટિકિટ મેળવવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું જણાવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન બુકિંગ કરનારા પ્રવાસીઓને બીજા દિવસે ફલાઇટ શિડયુઅલની રાહ જોવી પડે છે. જો કે આ સાથે સી-પ્લેનની ટિકિટના દરમાં પણ ફેરફાર થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રવાસીઓને પ્રથમ ફલાઇટમાં બેસવા માટે રૂપિયા 1,590 ચૂકવવા પડશે, જ્યારે બીજી ફલાઇટમાં બેસવા માટે 2,200 રૂપિયા ચૂકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published.