/

સરકારી તંત્ર દિવા તળે અંધારું વિધાનસભામાં એવીરીતે થાય છે ચેકીંગ

રાજ્ય સહીત દેશભરમાં કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે સરકાર દ્રારા કોરોના વાયરસ અટકાવવા લોકજાગૃતિ કરવા ના પ્રયાસ માત્ર કાગળ પર કરી રહી હોવાનું સામે આવ્યું  છે ગાંધીનગરમાં આવેલી રાજ્ય ની  સૌથી મોટી કચેરી સચિવાલય થી ઓળખવામાં આવે છે પરંતુ દીવા તળે જ અંધારું જોવા મળી રહ્યું છે ગાંધીનગર સચિવાલયમાં રોજના હજારો સરકારી કર્મચારીઓ અને અરજદારો સહીત V.V.I.Pઓની અવર જ્વર રહે છે સરકારે પબ્લિકની અવર જવર વાળી જગ્યા પાર ટેમ્પરેચર ફરજીયાત ચેક કરવાનું નક્કી કર્યું છે રેલવે સ્ટેશન એરપોર્ટ હોસ્પિટલ અને બસ સ્ટેશન જેવા સ્થળોએ નાગરિકોના ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે પરંતુ ગાંધીનગર સચિવાલયમાં આવતા હજારો સરકારી કર્મચારીઓ ટેમ્પરેચર ચેક નહીં થતું હોવાનુ સામે આવતા સરકારની ઘોર બેદરકારી સામે સાવી રહે છે.

સરકાર પોતાના જ વિભાગના કર્મચારીઓની સુરક્ષા કે સલામતીના પગલાં ભરવામાં આટલી બેદરકાર હોઈ તો ગુજરાતની પ્રજાની સલામતી કેમ કરશે લોકોઓનું આરોગ્ય કેવી રીતે જાળવશે તેવા સવાલો ઉભા થયા છે ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓને માસ્ક કે સૅનેટાઇઝરનો ઉપયોગ ફરજીયાતનો નિયમ સરકારે નેવે મૂકી દીધો હોઈ તેવું સ્પષ્ટ લાગે છે એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કેટલાક મહાનગરો અને પાટનગર ગાંધીનગરમાં લોકડાઉન કરી દેવા માં આવેલ છે તે બધા નિયમો સરકારે જ કર્યાછે તો પછી સરકારી વિભાગને આ નિયમ લાગુ  નથી કે સરકારી કર્મચારીઓ આ સરકારના નિયમને ગાંઠતી નથી તેવું સ્પષ્ટ દેખાઈ છે.

Leave a Reply

Your email address will not be published.