///

IPL-2020 : ચેન્નઈ સુપરકિંગ્સ આઈપીએલમાંથી થઈ આઉટ

હાલ IPLનો ફીવર ક્રિકેટરસીયામાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. ત્યારે ધોનીના ચાહકો માટો એક માઠા સમાચાર આવ્યા છે. આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી સફળ ટીમ હોય તો તે ચેન્નાઈ અને મુંબઈ ટીમ છે. આ બન્ને ટીમ પૈકીની ચાર વખતની ચેમ્પિયન મુંબઈ તો 13મી સીઝનમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટોચ પર છે, પરંતુ ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ ટીમ સૌથી પહેલાં ‘આઉટ’ થઈ ગઈ છે. ટીમ પોતાના ઈતિહાસમાં પહેલી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી.

જોકે ચેન્નાઈના બે લીગ મેચ હજુ પણ બાકી છે, પરંતુ હવે તે ઔપચારિક બની ગઈ છે. ચેન્નાઈનું આઈપીએલનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. લીગમાં ચેન્નાઈ ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિત દિગ્ગજ ખેલાડીઓનું ખરાબ રીતે ફ્લોપ થવું છે. 22 સભ્યોની ટીમમાંથી માત્ર ચાર બેટસમેનો જ 200 રનનો આંકડો પાર કરી શક્યા છે. એકમાત્ર ફાફ ડુપ્લેસીસ જ 400થી ઉપર રન બનાવી શક્યો છે.

Leave a Reply

Your email address will not be published.