///

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માની પસંદગી

ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર એટલે કે ચીફ સિલેકટર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા તેઓ ટીમ ઇન્ડિયાના ચેરમેન પણ બની ચુક્યા છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારે વર્ચ્યુલ કોન્ફરન્સ યોજાઇ હતી. તે દરમિયાન ભૂતપુર્વ ક્રિકેટર ચેતન શર્માની પસંદગી કરવામાં આવી છે. ચેતન શર્મા હવે હાલના ચેરમેન સુનિલ જોશીની જગ્યા લેશે.

આ સિવાય ચેતન શર્માની સાથે પૂર્વ ફાસ્ટ બોલર અભય કુરુવિલા અને દેબાશીશ મોહંતીને પણ સિલેકશન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ 3 સિવાય હરવિંદરસિંહ અને સુનિલ જોશી પણ આ કમિટીનો હિસ્સો હશે.

ભારતીય ક્રિકેટ ટીમની નવી સિલેક્શન કમિટીનો કાર્યકાળ ઈંગ્લેન્ડ સિરીઝથી શરૂ થશે. સિલેક્ટરો ચેતન શર્માની આગેવાનીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 ટેસ્ટ, 5 T20 અને 3 વન-ડે મેચો માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન કરશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 5 ફેબ્રુઆરીથીઆ સીરિઝ શરૂ થવા જઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે ચેતન શર્મા એ જ ભારતીય પ્લેયર છે જેને વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક નોંધાવી હતી. તેમના આ રેકોર્ડની બરાબરી 2019માં મોહમ્મદ શમીએ કરી છે. શમીએ 2019ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં હેટ્રિક લીધી હતી. ચેતન શર્માની ઉંમર 54 વર્ષ છે તેમને ભારતીય ક્રિકેટમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. વન-ડે ક્રિકેટમાં તેઓ ભારતીય ટીમ તરફથી 63 ODI રમ્યા છે, જેમાં 67 વિકેટ હાંસિલ કરી છે. જ્યારે ચેતન શર્મા 23 ટેસ્ટ મેચ પણ રમ્યા છે, જેમાં 61 વિકેટ હાંસિલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.