///

મુખ્યપ્રધાન રૂપાણી દિવાળી ઉજવવા પહોંચ્યા માદરે વતન

ગુજરાતમાં આજે દિવાળી પર્વને લઈને લોકોમાં ઉત્સાહનો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વેપારીઓએ ચોપડા પૂજનથી દિવસની શરૂઆત કરી છે. તો મંદિરોમાં પણ લોકો દેવદર્શન કરવા પહોંચ્યા છે. સાથે જ ગુજરાતના દરેક શહેરમાં રોશનીના પર્વની ચારે તરફ ઝગમગાટ જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજથી બે દિવસ પોતાના માદરે વતન રાજકોટમાં રહેશે.
સીએમ રૂપાણી દિવાળી પર્વની ઉજવણી પોતાના વતનમાં જ કરશે. તેઓ આજે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ પર આવેલી પોતાની દુકાને ચોપડા પૂજન કરશે. સાથે જ સાંજના સમયે તેઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન પણ કરશે. તો આવતીકાલ તેઓ બપોર સુધી રાજકોટમાં રહે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે,ત્યારે વેપારીઓ ઓનલાઈન ચોપડા પૂજન અપનાવી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત સહિત જુદા જુદા જિલ્લાઓ અને વિદેશથી પણ વેપારીઓ ઓનલાઇન ચોપડા પૂજનમાં જોડાયા છે. મોબાઈલના માધ્યમથી ચોપડા પૂજન વેપારીને સરળતાથી કરાવવામાં આવ્યું છે.

તો બીજી બાજુ કોરોનાની ગાઈડલાઈનનું પાલન સતત કરવામાં આવી રહ્યું છે. વર્ષમાં માત્ર એક વાર દિવાળીના પાંચ દિવસના પર્વમાં માં ભદ્રકાળી લક્ષ્મીજીના સ્વરૂપમાં જોવા મળે છે. ત્યારે આ દિવસે માં કમળ પર બિરાજમાન થાય છે અને ચારભૂજાના માં ભદ્રકાળીના દર્શન કરવા માટે ભક્તો સવારથી જ ઉમટી પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.