//////

વડાપ્રધાન મોદીના ઇ-લોકાર્પણ પ્રોજેક્ટ નિમિતે મુખ્ય પ્રધાન રૂપાણી જૂનાગઢમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસના કામોને ડિજિટલ માધ્યમથી અર્પણ કરશે. જેમાં મુખ્યપ્રધાન સહિત પ્રધાનો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી સવારે 10:30 કલાકે નવી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ગુજરાતના ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કરવાના છે. તે નિમિતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા ઊર્જાપ્રધાન સૌરભ પટેલ સૌરાષ્ટ્રના જૂનાગઢથી ઉપસ્થિત રહેશે.

આ વચ્ચે તંત્રએ જૂનાગઢમાં તમામ કામગીરીને આખરી ઓપ આપ્યો છે. વડાપ્રધાન મોદી ઇ-લોકાર્પણ દ્વારા રોપ વે નો આ ઐતિહાસિક પ્રોજેક્ટ ખુલ્લો મુકશે, ત્યારે જૂનાગઢમાં ચાર ચાંદ લાગી જશે તેવુ કહેવુ ખોટુ નથી.

મહત્વનું છે કે એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજી યુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ ગિરનારની ટોચ પર પહોચી શકશે. જેંમાં પ્રત્યેક ટ્રોલી કેબિન 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ 25 ટ્રોલી કેબિન આ રોપ-વેમાં કાર્યરત રહેશે અને દર કલાકે બંને તરફથી 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.

Leave a Reply

Your email address will not be published.