ગુજરાતમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે દિલ્લીથી પરત ફરેલા યુવકોના પણ કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે શનિવારે રાત સુધી અમદાવાદમાં કુલ 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંત મોરારી બાપુ સાથે વાતચીત કરી હતી. તો મુખ્યમંત્રીના ડેશ બોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી મોરારી બાપુ સાથે સંવાદ કરી રાજ્યમાં હાલ વર્તાઈ રહેલી કોરોનાની સ્થિતિ વીશે જાણકારી આપી હતી.

તો મોરારી બાપુએ રાજ્ય સરકાર અને વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની કામગીરીને બિરદાવી હતી સાથેજ લોકોને સરકારને સહયોગ આપવા પણ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રવિવારે સાંજે 9 મીનિટ દીપ- જ્યોત કરવાનો આદેશ આપ્યો છે તે અંગે મોરારી બાપુએ લોકોને સહયોગ આપવાની જરૂર કરી હતી. સાથેજ વિદેશમાં રહેતા ભારતીયોને પણ દીપ-જ્યોત પ્રગટ કરવાની અપીલ કરી હતી.