/////

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ધારીમાં સભા ગજવશે

વિધાનસભાની આઠ બેઠક પર હાલમાં જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તેવામાં બંનં પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેમાં આજરોજ ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન વિજય રૂપાણી મોરબી ખાતે સભા સંબોધશે.

ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર વેગવંતો બન્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાના સમર્થનમાં આજરોજ ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભા સંબોધશે. આ સભાનું આયોજન બગસરાના ઉત્સવ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે અને સભા ગજવશે.

Leave a Reply

Your email address will not be published.