/////

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરજણ તો રૂપાલા મોરબીમાં સભા સંબોધશે

રાજ્યમાં હાલમાં પેટાચૂંટણીના પ્રચાર અને પ્રસાર જોરશોરથી થઇ રહ્યાં છે. આ વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાાન રૂપાલા આજે વિધાનસભા વિસ્તારોમાં સભા સંબોધશે

મહત્વનું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરજણ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થન સભા સંબોધશે જ્યારે કેન્દ્રીયપ્રધાન રૂપાલા મોરબી વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં જાહેરસભા સંબોધશે.

આ વચ્ચે સભા સંબોધન સ્થળ પર સ્થાનિક અગ્રણીઓ, વ્યાપારી આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનિય છે કે કરજણ ખાતે ગઇકાલે  પ્રચારમાં ગયેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ હતું જ્યાં આજે મંગળવારે મુખ્યપ્રધાન સભા સંબોધશે.

Leave a Reply

Your email address will not be published.