/////

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે આજે શનિવારે ગાંધીનગરમાં સરદાર પટેલની પ્રતિમા સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવારે સવારે 9.30 કલાકે ગાંધીનગર ખાતે સેન્ટ્રલ વિસ્ટામાં ઘ માર્ગ તરફના છેડે પ્રસ્થાપિત કરવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સરદાર સાહેબની જન્મ જયંતિ ઉપલક્ષ્યમાં પુષ્પાંજલિ અર્પણ કરશે.

Leave a Reply

Your email address will not be published.