////

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા રહ્યાં નથી, કોલર ટ્યૂનમાં માત્ર મારો અવાજ જ છે: વિજય રૂપાણી

કોરોનાના કહેરને ધ્યાને રાખીને સરકાર દ્વારા કોલ કરતા સમયે મુખ્યપ્રધાન રૂપાણીના અવાજની કોલરટ્યૂન રાખવામાં આવી છે. આ કોલરટ્યૂનને લઈને વિવાદ ઉભો થયો છે. ત્યારે આ મામલે મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા રહ્યાં નથી. કોલર ટ્યૂનમાં માત્ર મારો અવાજ જ છે. આ કોલર ટ્યૂનમાં હું મારું નામ નથી બોલતો. કોંગ્રેસ ખોટા વિવાદ ઉભા કરી રહી છે.

મહત્વનું છે કે, કોલરટ્યૂનને લઈને કોંગ્રેસ દ્વારા ગતરોજ ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક છે. પેટાચૂંટણી જાહેર થયા બાદ મુખ્યપ્રધાનની ઓડિયો ટેપ શરૂ કરાઈ છે. કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેના ખુલાસાની કોંગ્રેસે માગ કરી છે. આ ઉપરાંત ચૂંટણીપંચની પૂર્વ મંજૂરી લેવાઇ છે કે નહી? કોલરટ્યુનનો ખર્ચ કોણ ભોગવશે તેનો ખુલાસો કરવા માંગ કરવામાં આવી છે. મોબાઇલ કંપનીઓ સાથે આ મામલે MOU થયા છે કે નહી તે અંગે પણ કોંગ્રેસે સવાલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.