
કોરોના વાયરસના કારણે દેશ લોકડાઉનની સ્થિતિમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારોના સરપંચ સાથે વાતચીત કરી વિવિધ જાણકારી મેળવી છે.. તો કોરોના વાયરસને કારણે લોકડાઉનની હાલ ની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારના નાગરિકો અને પ્રજાજનોને ગામમાં જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમથી 10 જેટલા સરપંચો સાથે સીધી વાતચીત કરી જાણકારી મેળવી હતી…
વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેંટરના જન સંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના 10 જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના નાંદેજ, કુનરિયા, વડગામ, ખોરસા, ગઢકા ચંદાવાડા, પરિયા, ચિખલવાવ, સિમલી સહિતના ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં રેશનની દુકાનો પર પૂરતો અનાજ નો પુરવઠો છે કે નહિ.
આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ..ગામમાં સફાઈ ની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સરપંચોને ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી અપીલ કરી હતી. સાથેજ ઘરમાં જ રહી ને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ કરી હતી. તો ગામના સરપંચો સાથે મુખ્ય મંત્રીએ સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિની રજેરજ માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકાર ના પગલાંઓ અને અનાજનો પૂરતો જથ્થો તથા સાફ સફાઈ વગેરે અંગે સરપંચોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.