////

ઓવૈસીના ગઢમાં મુખ્યપ્રધાન યોગીએ સભા સંબોધી, કહ્યું – હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા આવ્યો છું

હૈદરાબાદમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપે પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મલ્કાજગીરીમાં રોડ શો કર્યો હતો.

આ તકે યોગીએ રોડ શો દરમિયાન કહ્યુ કે, “આપણે બધાએ એ નક્કી કરવુ છે કે એક પરિવાર અને મિત્ર મંડળીને લૂંટવાની આઝાદી આપવી છે કે પછી હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવુ છે, મિત્રો આ તમારે નક્કી કરવાનું છે.”

મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, “હું જાણુ છું કે અહીની સરકાર એક તરફથી જનતા સાથે લૂંટ ચલાવી રહી છે તો બીજી તરફ AIMIMના બહેકાવામાં આવીને ભાજપના કાર્યકર્તાઓનું શોષણ કરી રહી છે.” તેઓએ કહ્યું કે આ લોકો વિરૂદ્ધ નવી લડાઇ લડવા માટે તમારી સાથે પગથી પગ મીલાવીને ચાલવા માટે ભગવાન રામની ધરતી પરથી હું ખુદ અહી આવ્યો છું.”

યોગી આદિત્યનાથના પ્રવાસ પહેલા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૌસીના ભાઇ અકબરૂદ્દીન ઓવૈસીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું હતું કે, જો ભાજપ સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો એક ડિસેમ્બરે વોટર્સ ડેમોક્રેટિક સ્ટ્રાઇક કરશે. બીજી તરફ અકબરૂદ્દીન ઓવૈસીએ કહ્યું કે ના યોગીથી ડરીશુ અને ના તો ચા વાળાથી, જેટલો આ દેશ પર મોદીનો હક છે, એટલો જ અકબરૂદ્દીનનો હક છે.

હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચાર મુખ્ય પાર્ટીઓ ભાગ લઇ રહી છે. જેમાં ટીઆરએસ, કોંગ્રેસ, AIMIM અને ભાજપ. અસલી જંગ ભાજપ અને AIMIM વચ્ચે જ જોવા મળી રહ્યો છે. ભાજપને લાગે છે કે કર્ણાટક બાદ તેલંગાણા જ તે રાજ્ય છે, જ્યાં તે પોતાની તાકાત વધારી શકે છે. અહી કોંગ્રેસ નબળી છે. ચંદ્રબાબુ નાયડુથી લોકો નારાજ છે. ટીઆરએસ મજબૂત છે. પરંતુ જો ભાજપ ઓવૈસીને તેના જ ગઢમાં હરાવવામાં સફળ થાય છે તો વિધાનસભા ચૂંટણી માટે તેની તાકાત વધશે.

Leave a Reply

Your email address will not be published.