/

રાજ્યસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનું મોટું નિવેદન

મધ્યપ્રદેશમાં કોંગ્રેસનાં સિંધીયા સહિત ૨૨ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ ભંગાણ પડયુ છે. જેથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સંકટની સ્થિતિમાં મૂકાઇ ગયુ છે. જેમાં વિજય રૃપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી અંદરોઅંદરના અસંતોષને કારણે હોમાઇ ગઇ છે. તેમજ તેમણે સિંધીયાનું તેમજ રાજીનામા આપેલા ૨૨ ધારાસભ્યોનું સમર્થન કરીને તેમના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. આજે ગાંધીનગરમાં વિધાનસભામાં બજેટ સત્ર પહેલા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, મધ્યપ્રદેશમાં જે થયુ તે એક દિવસ થવાનું જ હતું. દેશમાં કોંગ્રેસ પાર્ટી નેતાગીરી વિહોણી છે. કોંગ્રેસમાં વંશ પરંપરગત જે વ્યવસ્થા છે.

તેને કારણે દરેક રાજયમાં કાર્યકરોમાં વ્યાપક અસંતોષ છે. હું માનુ છું કે, જયોતિરાદિત્ય સિંધિયાએ ખૂબજ યોગ્ય નિર્ણય લીધો છે. કોંગ્રેસ ચારેય તરફ અંદરો-અંદર વ્યાપક અસંતોષમાં હોમાઇ ગઇ છે. જેના ફળસ્વરૃપે મધ્યપ્રદેશમાં આજે કોંગ્રેસની સરકાર આંતરિક ઝઘડાઓના કારણે તૂટી છે. તદ્દ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે પણ તમામ લોકો જાણે છે કે ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યુ છે. નેતાગીરી બદલવા માટે ગતિવિધિ ચાલી રહી છે. પરંતુ આ તેમનો આંતરિક મામલો હોવાથી તેના વિશે વધારે કહેવું યોગ્ય નહીં ગણાય.

Leave a Reply

Your email address will not be published.