////

કોરોના વેક્સીન માટે બાળકોને જોવી પડશે લાંબી રાહ

દુનિયાભરમાં ફરી એક વાર કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે હવે વેક્સીનને લઈને પણ ચર્ચા વધુ જોર પકડી રહી છે. અનેક વેક્સીન કંપનીઓને ડોઝના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી પણ મળી ગઈ છે. તો આગામી વર્ષની શરૂઆતમાં કોરોના વેક્સીન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે તેવુ કહેવુ ખોટુ નથી. તેવામાં આ વર્ષના અંત સુધી લાખો વયસ્કોને તો કોરોના વાયરસના ડોઝ આપવામાં આવી ચૂક્યા હશે. પરંતુ બાળકોને હજુ પણ વેક્સીન માટે લાંબી રાહ જોવી પડશે.

બાળકોમાં વેક્સીનના વિલંબનું સૌથી મોટું કારણ એ છે કે તેમને આ ટ્રાયલમાં સામેલ નહોતા કરવામાં આવ્યાં. તેવામાં આ વેક્સીન બાળકો માટે કેટલી સુરક્ષિત છે તેના વિશે દવા કંપનીઓને હજુ જાણકારી નથી.

દવા કંપનીઓ કોરોના વેક્સીન બજારમાં આવ્યા બાદ બાળકો માટે પણ ટ્રાયલ શરૂ કરશે. જોકે, બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની વેક્સીનને આ વિકલ્પની સાથે મંજૂરી આપી છે કે ઇમરજન્સી સ્થિતિમાં બાળકોને પણ વેક્સીનેશન કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, વેક્સીન નિર્માતા કંપની ફાઇઝર અને મોડર્નાએ કેટલાક દિવસ પહેલા બાળકો પર પણ વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે. બાળકો પર કરવામાં આવી રહેલા ટ્રાયલ વયસ્કોથી ઘણા અલગ અને કઠિન હોય છે.

આ ટ્રાયલ હેઠળ દવા કંપનીઓને લાંબી સુરક્ષા અવધિ, યોગ્ય સુરક્ષા માપદંડ અને વેક્સીનના બે ટ્રાયલની વચ્ચે અંતરને યોગ્ય રીતે તપાસ કરવાની હોય છે. જેથી બાળક ઉપર વેક્સીનના સારા પરિણામોના પ્રયોગ કરી શકાય. આ પ્રક્રિયામાં લગભગ એક વર્ષ લાગવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.