/

ચીનનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાતે માત્ર 6 દિવસમાં તૈયાર કરી COVID હોસ્પિટલ

ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા વધીને 852 થઈ છે સાથેજ અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે. ગુજરાતે કોરોનાને માત આપવા માત્ર 6 દિવસોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરી લીધી છે. તો ગુજરાતે 2200 બેડની હોસ્પિટલ બનાવી ચીનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ગુજરાતના 4 શહેરોમાં બની હોસ્પિટલ-ઉલ્લેખનીય છે કે ચીને 10 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બનાવી હતી ત્યારે ગુજરાતે ફક્ત 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરી દીધી છે. તો ગુજરાત 4 શહેરોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે જે 21 માર્ચથી શરૂ થશે. ગુજરાત સરકારે અમદાવાદમાં સૌથી મોટી હોસ્પિટલ તૈયાર કરી છે જેમાં 1200 બેડ અને સૂરતમાં 500 બેડ, વડોદરામાં 250 બેડ અને રાજકોટમાં 250 બેડની સુવિધાવાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

તો આ હોસ્પિટલ (WHO) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર તૈયાર કરવામાં આવી છે અને મહેસુલ વિભાગના ચીફ સેક્રેરીને હોસ્પિટલના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં છવાયેલું છે. ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં પણ બીજા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 53 થઈ ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સીટીના આંકડાઓ અનુસાર દુનિયાભરમાં 5 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે અને 24 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.