/

કોરોનાએ ક્રુડ ઓઈલના ભાવને પણ ઠેકાણે પાડ્યાં

ચીનમાં ફેલાયેલા કાેરાેના વાયરસના કારણે કાચા તેલની માંગમાં ઘટાડાે થયાે છે. જેના કારણે 1 મહિનામાં તેલના ભાવમાં લગભગ 30 ટકાનાે ઘટાડાે થયાે છે. ઇકાેનાેમીને માેટી અસર થઇ છે. ચીન કાચા તેલની માેટા પ્રમાણમાં આયાત કરે છે. જાે કે,માંગ ઘટવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારાેમાં કાચા તેલના ભાવાેમાં ઘટાડો થયાે છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીંમાં ભાવમાં ઘટાડાે થવાને કારણે સામાન્ય નાગરિકાેને થાેડી રાહત થઇ છે. ચીનમાં કાેરાેનાના કહેરને જાેતા આગામી દિવસાેમાં પણ પેટ્રાેલ ડીઝલના ભાવમાં ઘટાડાે થાય તેવી શકયતા છે. ચીનમાં જયાં સુધી કાચા તેલની માંગમાં ઘટાડાે રહેશે ત્યાં સુધી પેટ્રાેલ-ડિઝલના ભાવમાં ઘટાડો થશે. .

પેટ્રોલ ડીઝલના ભાવ 3 મહિનાથી નીચલા સ્તર પર પહાેંચી ગયા છે. દેશભરમાં પેટ્રાેલના ભાવ છેલ્લા 1 મહિનાથી સતત ઘટી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તાે જાન્યુઆરી માસમાં ડીઝલનાે ભાવ 71.66 રૃપિયા હતાે. જે આજે 68.67 રૃપિયા પ્રતિ લીટર પહાેંચ્યાે છે. જેમાં પ્રતિલીટર 3 રૃપિયાનાે ઘટાડાે થયાે છે.

આંતરરાષ્ટ્રીય બજાર માં ક્રૂડ ઓઇલ ના ભાવમાં ઘટાડાો થતાં. પેટ્રોલ ડીઝલના ભાવમા આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ટ્રાન્સ્પોટેશન માં કે લોકોને રોજંદિ મોઘવારી માં હજુ સુધી કોઈ રાહત ના સમાચાર નથી

Leave a Reply

Your email address will not be published.