///

ચીને ચંદ્રની સપાટી પર ઉતાર્યુ અંતરીક્ષયાન

ચીનનું અંતરિક્ષયાન ચાંગ ઈ 5(Chang’e-5) મંગળવારે સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યુ છે. ચીનની નેશનલ સ્પેશ એડમિનિસ્ટ્રેશને આ સમગ્ર જાણકારી આપતા કહ્યું હતું કે આ અંતરિક્ષયાન ચંદ્રમાની સપાટી પર પૂર્વ નિર્ધારિત જગ્યાની બિલકુલ નજીક ઉતર્યું છે. આ મિશનને ચીનના સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માર્ચ -5ના માધ્યમથી 24 નવેમ્બરે લોન્ચ કર્યુ હતું. આ મિશનના માધ્યમથી ચીન ચંદ્રની સપાટીથી માટીના નમૂનાને ધરતી પર લાવશે.

ચંદ્રની સપાટી પર 44 વર્ષ બાદ એવું યાન ઉતર્યું છે જે ત્યાંથી માટીના નમૂના લઈને પાછું ફરશે. આ પહેલા રુસના લૂના 24 મિશન 22 ઓગસ્ટ 1976ના રોજ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. ત્યારે લૂના પોતાની સાથે ચાંદથી 200 ગ્રામ માટી લઈને પરત ફર્યુ હતુ. જ્યારે ચીનનું આ સ્પેસક્રાફ્ટ પોતાની સાથે 2 કિલોગ્રામ માટી લઈને પાછું ફરશે.

આ અંતરિક્ષયાન ચંદ્રમાની સપાટી પર પૂર્વ નિર્ધારિત જગ્યાની બિલકુલ નજીક ઉતર્યું છે. જ્યારે તેનું ઓર્બિટર હજુ ચંદ્રની સપાટી પર ચક્કર લગાવી રહ્યું છે. લેન્ડર ચંદ્રની જમીન ખોદી માટી કાઢશે. તે બાદ તે માટી લઈને અસેન્ડરની પાસે જશે. અસેન્ડર નમૂનાને કેપ્સલમાં રાખી ચંદ્રની સપાટી પરથી ઉડશે અને અંતરિક્ષમાં ચક્કર કાપી રહેલા પોતાના મેન યાન સાથે જોડાઈ જશે. આ સમગ્ર મિશનને 23 દિવસનો સમય લાગશે.

ચીનના 2 મિશન ચાંદની સપાટી પર પહેલાથી હાજર છે. તેમાં ચેંગ-ઈ -3 નામનું સ્પેસક્રાફ્ટ 2013માં ચાંદની સપાટી પર પહોંચ્યું હતું. જ્યારે જાન્યુઆરી 2019માં ચેંગ ઈ-4 ચાંદની સપાટી પર લેન્ડર અને યુટુ-2 રોવરની સાથે લેન્ડ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ મિશન અત્યારે પણ એક્ટિવ છે.

ચીની મિશન જો સફળ થઈ જાય છે તો તેની ચંદ્રને લઈને સમજ વધશે અને તેનાથી તેને ચંદ્ર પર વસવાટ કરવામાં મદદ મળશે. ચીને અંતરિક્ષ યાનને ચાંદ સુધી પહોંચવા લાંગ માર્ચ -5 રોકેટનો ઉપયોગ કર્યો છે. આ રોકેટ તરલ કેરોસિન અને તરલ ઓક્સીજનની મદદથી ચાલે છે. ચીન આ મહાશક્તિશાળી રોકેટ 187 ફુટ લાંબુ અને 870 ટન વજનનું છે.

Leave a Reply

Your email address will not be published.