////

ચીનનાં હિત સાથે ચેડાં થશે તો અમે સાંખી નહીં લઈએ : ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગએ આપી ધમકી

વિશ્વમાં ભારત અને અમેરિકા સહિત કેટલાક દેશો સાથે ઘર્ષણની સ્થિતિ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ધમકી આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ચીનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસનાં હિતો સાથે ચેડાં થશે તો તેઓ ચૂપ બેસશે નહીં. ત્યારો ભારત અને અમેરિકાનું નામ લીધા વિના જિનપિંગે કહ્યું કે આ પ્રકારની ગંભીર સ્થિતિ સર્જાશે તો ચીનની જનતા જડબાતોડ જવાબ આપશે.

ઉપરાંત ચીન આધિપત્ય સ્થાપિત કરવાનો પ્રયાસ નહીં કરે કે વિસ્તારવાદને પ્રોત્સાહન પણ નહીં આપે પરંતુ ચીનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસનાં હિતોને નુકસાન કરાશે તો અમે ચૂપ નહીં બેસીએ. કોઇ ચીનના પ્રદેશ પર અતિક્રમણ કરે કે તેને વિભાજિત કરવાનો પ્રયાસ કરે તો અમે સાંખી લઇશું નહીં.

જ્યારે અમેરિકાએ તાઇવાનને 180 કરોડ ડોલર (અંદાજે 13.2 હજાર કરોડ રૂ.)નાં શસ્ત્રો આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. ત્યારે તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવતું ચીન અમેરિકાના આ પગલાંથી ઉશ્કેરાયું છે. તેણે ધમકી આપી છે કે તે આ નિર્ણય વિરુદ્ધ યોગ્ય જરૂરી પગલું ભરશે. આ ડીલ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોને ભારે નુકસાન પહોંચાડનારી છે. અમેરિકા તે અંગે વિચાર કરે.

Leave a Reply

Your email address will not be published.