////

ચીની સૈનિકોની સાદા વસ્ત્રોમાં લદ્દાખની સરહદ પાર કરી ભારતમાં ઘૂસણખોરી

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ચીની સૈનિકો દ્વારા સાદા કપડામાં લદ્દાખની સરહદ પાર કરી ભારતમાં ઘુષણખોરીની ઘટના સામે આવી છે. જેમાં ચીની ઘુષણખોરીની આ ઘટના લેહથી 135 કિલોમીટર દૂર ચાનતાંગ ગામમાં બની હતી, જે ન્યોમા એરિયામાં આવે છે. જોકે, ચીની સૈનિક વધુ અંદર જઇ શક્યા નહતા અને ગ્રામજનોએ તેમણે પાછળ ધકેલી દીધા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ચીની સૈનિક સાદા કપડામાં બે ગાડી સાથે ભારતના ચાનતાંગ ગામમાં આવી ગયા હતા અને સ્થાનિક ભરવાડને ત્યા પોતાના પશુ ચરાવવાની મનાઈ કરતા હતા. જોકે, સ્થાનિકોએ વિરોધ કરતા તેમણે પોતાના વિસ્તારમાં પરત ફરવુ પડ્યુ હતું. સ્થાનિક લોકોએ આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે પરંતુ ITBP અને સરકાર તરફથી આ ઘટનાની કોઇ પૃષ્ટી કરવામાં આવી નથી. સ્થાનિક તંત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવુ છે કે, આ ઘટના ચાર પાંચ દિવસ પહેલાની છે.

મહત્વનું છે કે, આ અગાઉ પણ કેટલીક વખત ચીની સૈનિકોના ભારતીય વિસ્તારમાં ઘુસવાની ઘટના સામે આવી છે. આ વર્ષે મે જૂન મહિનામાં ચીની સૈનિકો દ્વારા ભારતીય વિસ્તારના ગલવાન અને પેંગોંગ તસો ઝીલમાં ઘુષણખોરીના સમાચાર સામે આવ્યા હતા. આ પહેલા વર્ષ 2018માં પણ અરૂણાચલ પ્રદેશના ઉત્તરી પેંગોંગ ઝીલ પાસે ચીની સૈનિકોએ ઘુષણખોરી કરી હતી અને ભારતની સીમામાં 6 કિલોમીટર અંદર સુધી ઘુસી આવ્યા હતા પરંતુ ITBPના જવાનોના વિરોધ બાદ તે પરત ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ બન્ને દેશની સેનાઓના કોર કમાન્ડર લેવલ પર અત્યાર સુધી 9 વખત વાત થઇ ચુકી છે. આ સિવાય ગત 10 ડિસેમ્બરે બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે પણ વાતચીત થઇ હતી પરંતુ તેમ છતા આ વિવાદનો અંત આવ્યો ન હતો. આ વચ્ચે ચીની સરકારે LAC પર કેટલાક સૈન્ય અધિકારીઓની નિયુક્તી કરી છે જેમાં જનરલ ઝાંગ શુડોંગને વેસ્ટર્ન મોર્ચાની કમાન સોપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.