/

ટેસ્ટીંગ કિટમાં ખામીના કારણે ચિરંજીવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, હાલ તેઓ સ્વસ્થ

કોરોનાના કારણે ટૉલિવુડના મેગાસ્ટાર ચિરંજીવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તે બાદ ચિરંજીવીએ માહિતી આપી હતી કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, હાલ તેઓ સ્વસ્થ છે.

તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જોકે તે કોરોના કીટની ખામીની કારણે આવ્યો હતો. અભિનેતાએ એ ટ્વિટ કરીને કહ્યું કે, ડોક્ટરોએ તેમની ત્રણ વાર તપાસ કરી જેમાં ચેપની પુષ્ટિ થઇ નથી. તેઓએ કહ્યું કે, અગાઉની તપાસમાં જે પરિણામ બહાર આવ્યા હતા તે આરટી-પીસીઆર કિટમાં ખામીના કારણે આવ્યા હતાં.

પ્રજા રાજ્યમ પાર્ટીના સ્થાપક અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.