////

કોરિયોગ્રાફર-ડાયરેક્ટર રેમો ડિસોઝાને હાર્ટ એટેક આવ્યો

ફિલ્મ જગતમાં કોરિયાગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર તરીકે જાણીતા રેમો ડિસોઝાને આજે બપોરે હાર્ટ અટેક આવ્યો છે. તેમને મુંબઈના કોકિલાબેન ધીરૂભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ રેમો સાથે તેના પત્ની લીઝ ડિસોઝા હોસ્પિટલમાં છે. હાલમાં રેમો ડિસોઝા ICUમાં દાખલ છે. આ અંગે કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર અહમદ ખાને રેમોના હાર્ટ અટેકની પુષ્ટી કરી છે. જોકે રેમોના ચાહકો તેમની જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

રેમો ડિસોઝાએ પોતાના કરિયરની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. તે પછી તે કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર અહમદ ખાનનો 6 વર્ષ સુધી આસિસ્ટન્ટ રહી ચુક્યો છે. રેમો ડિસુઝાએ ડાયરેક્ટર તરીકે પોતાની પ્રથમ ફિલ્મ ABCD બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. ત્યારબાદ તેણે આ સિરીઝની બીજી બે ફિલ્મ બનાવી હતી, ABCDની ત્રણેય ફિલ્મોને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આ ઉપરાંત રેમોએ સલમાન ખાન સાથે રેસ-3 ફિલ્મ બનાવી હતી.

રેમો ડિસોઝાનો જન્મ 2 એપ્રિલ 1972ના રોજ કેરળમાં​​​​​​​ થયો છે. રેમો ડિસોઝાનું મૂળ નામ રમેશ ગોપી હતું. તેના પિતા કે. ગોપી ઇન્ડિયન એરફોર્સમાં શૅફ તરીકે કામ કરતા હતા. એટલે જ તેમના જામનગરના પોસ્ટિંગ દરમિયાન નાનકડા રેમોએ જામનગરની એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સ્કૂલકાળમાં તે એથ્લિટ હતો. રેમો ડિસોઝાને એક ભાઈ ગણેશ ગોપી તથા ચાર બહેનો છે. પિતાના કહેવાથી તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને રમેશ ગોપીમાંથી રેમો ડિસોઝા બની ગયો.

Leave a Reply

Your email address will not be published.