///

સુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા

સુરત શહેરમાં સીઆઈડી ટીમ દ્વારા વિદેશની જાણીતી બ્રાંડના ડુપ્લિકેટ ફૂટવેરનું વેચાણ કરનારા વેપારીઓની દુકાનો પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડોમાં 71.73 લાખનો મુ્દ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ બે વેપારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે CIDની ટીમને મળેલી બાતમી મુજબ વેડરોડ ફટાકડાવાડી વિસ્તારમાં બે ગોડાઉનોમાંથી ફૂટવેર પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓને જાણીતી વિવિધ વિદેશી બ્રાન્ડોના ડુપ્લિકેટ બૂટ-ચપ્પલ સપ્લાય થાય છે. બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન અલગ-અલગ બ્રાન્ડના બુટ-ચપ્પલ સહિત 49,77,540 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. સાથે જ દુકાનના માલિકની પણ ધરપકડ કરી હતી. ઉપરાંત અન્ય એક દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પણ ડુપ્લિકેટ ફૂટવેર સહિત 21,25,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વેપારીની ધરપકડ કરી હતી.

હાલ આ બન્ને વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ CIDની ટીમે વિદેશી સ્પોર્ટ્સ બ્રાન્ડના ડુપ્લિકેટ કપડાના ગોડાઉન પર દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.