/

ચીનની નફટાઇ વધી મોકળા મનનું નાટક કરનાર ચીન ભારતે મોકલેલા પ્લેનને નથી આપી રહ્યું ક્લિયરન્સ

ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૨,૩૦૦ લોકોનાં મોત નિપજયા છે. જયારે ૭૫ હજારથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગયો છે. ચીનના હુબેઇમાં ૬૨ હાજરથી વધુ લોકોને કોરોના મહામારીની અસર થઇ છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮થી વધારે લોકોનાં મોત નિપજયા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખે મહામારી અંગે ચિંતા વ્યકત કરી નિવેદન આપ્યું કોરોના વાયરસને પગલે ચીનના રાષ્ટ્રપતિ શીં જિનપિંગે જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસનો પ્રકોપ હજી વધી શકે છે. ચીનની જેલોમાં પણ આ વાયરસ પહોંચ્યો છે. ચીનમાં હુબેઇ, શેન્ડોંગ અને ઝેજિયાંગ પ્રાંત સ્થિત જેલોના કેદીઓ પણ મહામારીથી પીડાઇ રહ્યા છે.

વાયુસેનાનુ પ્લેન વુહાનમાં ભારતીયોને પરત લાવવા મોકલયપુ. ચીનમાં વસતા ભારતીયો વધુ માત્રામાં કોરોનાના કહેરથી ભારત પરત ફર્યા છે. પરંતુ કેટલાક ભારતીયો હજુ સુધી ચીનમાં જ છે. તેથી ભારત સરકારે વાયુ સેનાનું એક પ્લેન ભારતીયોને પરત લાવવા માટે ચીનમાં વુહાનમાં મોકલવામાં આવ્યું છે. પરંતુ ચીને વુહાન પહોંચેલા વાયુસેનાના પ્લેનને હજુ સુધી લીલીઝંડી આપી નથી. જેથી પ્લેન વુહાનમાં અટકી ગયું છે ભારત પરત આવી શકીયુ નથી. ચીને મંજુરીના આપતાં વાયુસેનાનું પ્લેન વુહાનમાં અટકી ગયુ છે.

ભારતીય ઓફિસરો કે જે વાયુસેનાનું પ્લેન લઇને વુહાન પહોંચ્યા હતાં તેમણે નિવેદન આપ્યુ કે, વિશ્વભરની સરકાર પોતાના નાગરિકોને વતન પરત લાવવા માટે મંજુરી આપી રહ્યુ છે. પરંતુ ભારતના જ પ્લેનને મંજુરી આપી રહ્યુ નથી. જેથી પ્લેન ભારત પરત ફર્યુ નથી અને વુહાનમાં અટકયુ છે. તેમની આવી હરકતો જોઇને લાગી રહ્યુ છે, કે તેઓ ભારત પાસેથી કોઇ જ મદદની અપેક્ષા રાખી રહ્યા નથી.

વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ ચીનનાં શીં જિનપિંગને પત્ર લખ્યો.ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિનંપિંગ સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. અને પીએમ નરેન્દ્વ મોદીએ કહ્યુ હતુ કે, તેમની સાથે ખભેખભો મિલાવી સહકાર આપવાની વાત મુકી હતી. પરંતુ હવે ચીનનાં વર્તનના કારણે ભારતે કરેલી મદદ ચીન લેવા માંગતુ નથી.

Leave a Reply

Your email address will not be published.