//

નાગરિકોએ જીલી PMની અપીલ કોરોનાના લડવૈયાઓના માનમાં ગૂંજ્યા અનહદ નાદ

સમગ્ર દેશ આજે જનતા કર્ફ્યું વડાપ્રધાન મોદીને સમર્થન કરી રહ્યો છે કારણ એક જ છે કે દેશ પર આવી પડી છે મહામારીની આફત સામે લડતા દેશના વીર જવાનો,તબીબો સરકારી કર્મચારીઓ અને મીડિયા જગતના લડાયક જાબાજ પત્રકારોને સાબાશી આપવા વડાપ્રધાને ત્રણ દિવસ પહેલા એક મીડિયા ના માધ્યમથી આહવાન કર્યું હતુંને 22 મી માર્ચે સ્વૈચ્છિક જનતા કર્ફ્યુ કરી કોરોના વાયરસથી બચવાની અપીલ કરી હતી અને બીજી વાત કરી હતી આ ભયંકર મહામારીમાં પણ પોતાના જીવ જોખમમાં મૂકીને પળેપળની ખબર અલગ અલગ મીડિયાના માધ્યોમોથી આપતા પત્રકારો  દેશના સીમાડાની રક્ષા કરતા સેનાના જવાનો અને જીવની પરવા કર્યા વગર તબીબી સેવા આપતા ડોકટરો અને સરકારી કર્મચારીઓને વધાવવાનું આહવાન કર્યું હતું જેમાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમના પત્ની સાથે ધાબા પર જઈ બે હાથે તાળી વગાડી અને આસપાસના લોકો એ પણ થાળી વેલણ વગાડી કોરોના સામે ઝઝુમતા કર્મયોગીને વધાવ્યા હતા સાથે રાજ્ય અને દેશના જાગૃત લોકો એ પણ મીડિયા,તબીબ,સરકારી કર્મચારી સહીત જે લોકોએ આજે જનતા કર્ફ્યુમાં સેવા આપી છે તેવા તમામ કર્મયોગીઓને વધાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.