///

અમદાવાદીઓને શહેર પોલીસે આપી મોટી રાહત

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં હવે લોકો કોરોનાકાળમાં પણ આરામથી દિવાળીની ઉજવણી કરી શકે તે માટે શહેર ટ્રાફિક પોલીસ 5 દિવસ નાગરિકોને દંડના નામે રંજાડશે નહીં. તેના બદલામાં પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં તેમજ તેમને ગાઇડ કરવામાં આવશે

રાજ્યમાં કોરનાના કારણે મંદીનો માહોલ સર્જાયો છે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધતું જાય છે. ત્યારે આ પ્રકારના માહોલમાં લોકોને દિવાળી પર રાહત મળી શકે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે. દિવાળીના માહોલમાં જનતાની ભીડ જામતા ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ હતો. પરંતુ હવે આમાંથી લોકોને રાહત આપવામાં આવી છે.

આ અંગે શહેર ટ્રાફિક પોલીસના DCP તેજસ પટેલના જણાવ્યાં પ્રમાણે, હવે ટ્રાફિક પોલીસ જનતાને દંડ કરવાને બદલે નાગરિકોને સમજાવશે. તેમજ લોકોને ગાઇડ કરશે. જોકે તહેવારોમાં ટ્રાફિકની ભીડ ના સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સક્રીય પણ રહેશે. એકંદર તહેવારો દરમ્યાન નાગરિકોને ટ્રાફિક દંડમાંથી મુક્તિ મળશે. બીજી બાજુ શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓને પાંચ દિવસ રજા નહીં લેવાની સૂચના આપવામાં આવી છે.

બીજી બાજુ શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારો જેવાં કે ભદ્ર, રિલીફ રોડ જેવાં વિસ્તારમાં જે લોકો માસ્ક પહેર્યા વિના નીકળશે તેઓને વિના મૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે. સાથે જ શહેર પોલીસ દ્વારા નાગરિકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published.