ગઈકાલ સુધી વિધાનસભામાં સતત હાજર રહી પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા અમરેલી જિલ્લાના સાવર-કુંડલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અચાનક રિસાઈ ગયા અને અડધેથી જ ગૃહ છોડી ચાલ્યા ગયા હતા હાલ માં રાજ્યસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે ત્યારે કેટલાક ધારાસભ્યો અને આગેવાનોએ અલગ અલગ સમાજના લોકોને રાજ્યસભામાં સ્થાન આપવાની માંગ કોંગ્રેશ હાઈ કમાન્ડ પાસે કરી હતી જેને લઇને હાઈકમાન્ડ વતી રાજ્યનું પ્રતિનિધી કરતા રાજીવ સાતવેં મીઠી ભાસ કહી દીધું હતું કે જેને જ્યાં જવું હોઈ ત્યાં જાય રાજ્યસભાના ઉમેદવાર હાઈ કમાન્ડ નક્કી કરશે ગઈકાલે સાંજે કોંગ્રેસ પક્ષે પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

જેમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી નું નામ સામે આવતા જ સાવર- કુંડલાના ધારાસભ્યને ખોટું લાગી આવ્યું અને રિસાઈ ગયાને ગૃહ છોડીને જતા રહ્યા હતા સતત ગૃહમાં હાજર રહી લોકપ્રશ્નોને ઉજાગર કરતા પ્રજાના પ્રતિનિધિની આજે સૂચક ગેરહાજરીથી કોંગ્રેસમાં પણ ગણગણાટ થવા લાગ્યો હતો અને દુધાત હવે કોંગ્રેસ સાથે રહેશે કે કેમ રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપશે કે કેમ તેવા સવાલો અંદરોઅંદર પુછાઈ રહ્યા હતા હાલ તો દુધાત ક્યાં કારણે રિસાઈ ગયા તે કારણ જાણવા નથી મળ્યું પરંતુ અચાનક જ ગાંધીનગરથી ગમ થવા પાર અનેક સવાલો ઉભા થયા છે જોવા નું એ છે કે કોંગ્રેસ પ્રતાપ દુધાતને માનવી લેશે કે પછી દુધાત પણ કેસરિયા રંગે રંગાઈ જશે તે આવનાર મતદાનના દિવસે જ નક્કી થશે.