////

કોરોના સંક્રમિત ગૃહપ્રધાન અનિલ વિજની સ્પષ્ટતા, કહ્યું કે…

હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે સ્પષ્ટતા કરી છે. અનિલ વિજે કહ્યું કે મને કોવેક્સીન લગાવતા પહેલા જ ડોકટરો જણાવ્યું હતું કે વેક્સીનનો બીજો ડોઝ 28 દિવસ બાદ લગાવામાં આવશે અને ત્યારબાદ 14 દિવસ પછી એન્ટોબોડી બનશે. જો કે સાવચેતી રાખવા છતા હું કોરોના સંક્રમિત થયો. મારો હાલ સિવિલ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે અને મારી તબિયત હાલ સારી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજને એકવાર ફરી કોરોના થઇ ગયો છે. થોડા દિવસ પહેલાં જ કોરોના વાયરસની વેક્સીનનું ટ્રાયલ લેનારા પ્રધાન એકવાર ફરી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. અનિલ વીજે પોતે કોરોના સંક્રમિત અંગે જાણકારી આપી હતી.

અનિલ વીજે ટ્વિટ કી જણાવ્યું હતું કે હું કોવિડ-19 તપાસમાં કોરોના પોઝિટવ આવ્યો છું. હું સિવિલ હોસ્પિટલ અંબાલા કેંટમાં દાખલ છું. અહીં મારો ઇલાજ ચાલી રહ્યો છે. આ સાથે જ તેઓએ અપીલ કરી હતી કે બધા જે મારા સંપર્કમાં આવ્યાં છે, તેઓ પોતાની કોરોનાની તપાસ કરાવી લે.

ઉલ્લેખનીય છે કે અનીલ વીજ એ વૉલિયન્ટિયરમાં સામેલ હતા જેમણે ભારત બાયોટેકની વેક્સીનના ત્રીજા ટ્રાયલ રાઉન્ડમાં ડોઝ લીધો હતો. ત્રીજા રાઉન્ડ માટે અનીલ વીજે જાતે પોતાનું નામ આપ્યું હતું.

ભારત બાયોટેકે કરી હતી સ્પષ્ટતા

આ અંગે કંપનીએ નિવેદન જારી કરી કહ્યું કે, કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ બે ડોઝ પર આધારિત છે. બીજો ડોઝ 28માં દિવસે આપવાનો હોય છે. વેક્સિન કેટલી અસરકારક છે કે તે બંને ડોઝના 14 દિવસ પછી ખબર પડશે. કોવેક્સિન બે ડોઝ લેવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. ત્યારબાદ તે અસરકારક હશે.

કંપનીએ કહ્યું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ ડબલ-બ્લાઇન્ડ અને રેડમાઇઝ્ડ હોય છે. જ્યાં 50 ટકા ટ્રાયલમાં ભાગ લેનારા લોકોને વેક્સિન અપાય છે. બાકીના 50 ટકા વિષય પ્લેસીબો મેળવે છે. કોવેક્સિન 28 દિવસના અંતરે બે વખત લીધા બાદ જ અસરકાર હશે. જ્યારે બે વખત વેક્સિન લેવાશે, તેના 14 દિવસ બાદ જ તે પોતાની અસર દેખાડશે. કોવેક્સિનની ફેઝ 3માં 26,000 લોકો પર ટ્રાયલ કરાઇ છે. તે સાથે જ તે એક સંપૂર્ણપણે વિક્સિત કોવિડ-19 વેક્સિન છે. તેનું લક્ષ્ય સંપૂર્ણ ભારતમાં અસરકારક બનાવવાનો છે.

કંપનીએ વધુમાં કહ્યું કે, ભારત બાયોટેક રસી વિકસાવનાર અને નિર્માણ કરનારી કંપની છે. વેક્સિનની સુરક્ષા અને તેનું અસરકાર હોવું અમારુ પ્રાથમિક ઉદેશ્ય છે. ભારત બાયોટેકે તેના 20 વર્ષના ઇતિહાસમાં 18 દેશોમાં 80થી વધુ ક્લિનિકલ ટ્રાયલ કરી છે. તમામ ક્લિનિકલ ટ્રાયલ માટે એક જ રિપોર્ટિંગ પ્રક્રિયાનું પાલન કરાય છે. ભારત બાયોટેક ઓક્સફોર્ડ યુનિવર્સિટી, યુનાઇટેડ કિંગડમમાં માનવ પડકારોનો અભ્યાસ કરનારી કેટલીક કંપનીઓ પૈકીની એક છે.

Leave a Reply

Your email address will not be published.