//

અમદાવાદમાં ફરી લોકડાઉનને લઇને તંત્રની સ્પષ્ટતા, કહ્યું કે…

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારો ઉપર કોરોનોનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે શહેરમાં લોકડાઉનને લઇને તંત્રએ સ્પષ્ટતા કરી છે. હાલ આ અંગે સરકારનો કોઇ વિચાર નથી. આ સોશિયલ મીડિયા પર ફરતી માત્ર અફવાઓ છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે શહેરની હોસ્પિટલમાં હજુ પણ 40 ટકા બેડ ખાલી છે. જ્યારે શહેરમાં હાલ અલગ-અલગ 200 સ્થળોએ કોરોના માટે ટેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દિવાળીની એક જ રાત્રી દરમિયાન 91 કોરોનાના દર્દીઓ દાખલ થયા હતાં. સિવિલ હોસ્પિટલમાં હાલ 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ત્યારે હાલ શહેરમાં મે મહિના કરતા પણ ખરાબ સ્થિતિ સર્જાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.