/

પમ્પોરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ અથડામણ દરમિયાન એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે.

પમ્પોરના લાલપોરા વિસ્તારમાં ગુરુવારે સાંજે શરૂ થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ સમગ્ર માહિતી કાશ્મીર ઝોન પોલીસે આપી છે.

માર્યા ગયેલા આતંકીની હજુ સુધી કોઇ ઓળખ થઈ નથી. આ અગાઉ કાશ્મીર ઝોન પોલીસે ગુરુવારે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં આતંકીઓની હાજરીની સુચના મળી હતી જે બાદ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યાં અનુસાર કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ફાયરિંગમાં બે અજાણ્યા લોકો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published.