///

તેલંગાણામાં ભાજપ અને TRSના સમર્થકો વચ્ચે અથડામણ

દેશમાં આજે અનેક રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ વચ્ચે તેલંગણામાં પણ ચૂંટણી યોજાઇ રહી છે. તે દરમિયાન આજે બે પક્ષો સામસામે આવી ગયા હતાં.

તેલંગાણાની દુબ્બાક વિધાનસભા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે અહીં ભાજપ અને TRSના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ બેઠક પર 20 ઉમેદવારો મેદાનમાં છે. જો કે આ બેઠક પર કાંટાની ટક્કર TRS, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.