કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળના જવાનો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આતંકવાદીઓ અંગેની બાતમીના આધારે સમગ્ર વિસ્તારને ઘેરી અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગનો માર શરૂ થયો હતો. જેમાં સુરક્ષાદળોને બે આતંકીઓને મારવામાં સફળતા મળી છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યું અનુસાર, બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારના મોઆચવાહમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી અને ઓપરેશન પાર પાડ્યુ હતું.