કોરોના સંક્ર્મણને કાબુમાં લેવા માટે શામળાજી મંદિર ટ્રસ્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અરવલ્લી ખાતે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે શામળાજી મંદિરને 4 દિવસ એટલે કે 27થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે મેળો મોકૂફ રખાયા બાદ મંદિર પણ બંધ રહેશે. આ તકે બંધ મંદિરમાં માત્ર ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે.
ઉલ્લેખનિય છે કે કોરોના સંક્રમણમાં વધારો થતા જલારામબારાનું વિરપુર સ્થિત મંદિરને પણ ટ્રસ્ટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.