/

સીએમ સામે 144 ની કલમ જાણો રાજ્યના ક્યાં ગામમાં સીએમના પ્રવેશ પર પ્રતિબંધ

બનાસકાંઠાના થરાદના નાગલા ગામમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ બેનરો લગાવયા છે. તેમજ મુખ્યમંત્રી અને અધિકારીઓને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો ગ્રામજનોએ આદેશ કર્યો છે.

નાગલા ગામમાં મુખ્યમંત્રી વિરુદ્વ લગાવેલા છે. ગ્રામજનોના કહેવા મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૧૭માં ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત લઇને ગામજનોને આશ્વાસન આપ્યુ હતું કે ગામનું પુનઃવર્સન થશે. તેમજ ગ્રામજનોને જે પાણીની સમસ્યાઓ થઇ રહી છે તેનો પણ નિકાલ આવશે. પરંતુ એ વાતને આજે ૨ વર્ષ થવા આવ્યા પરંતુ ના તો ગામનું પુનઃ વર્સન થયું છે કે ના તો પાણીની સમસ્યાઓનો હલ થયો છે. જેના કોઇજ નક્કર પગલા લેવાયાં નથી.

ગ્રામજનોએ લગાવેલા બેનરમાં ઉલ્લેખ થયો છે કે, નાગલા ગામના પડતર પશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી ગામની મંજુરી સિવાય રાજય સરકારના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીઓ અને આગેવાનોએ તેમજ અધિકારીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં.  મુખ્યમંત્રીએ પડતર પશ્નોના ઉકેલની ૨ વર્ષ પહેલા ખાત્રી આપી હતી. કોઇ પગલા ના લેવાય તો ઢાંકણીમાં પાણી લઇને ડુબી જવું જોઇએ.

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એવો આક્ષેપ કર્યો છે કે, ૨૫૦ વિધાર્થીઓને તાલીમથી વંચિત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે થરાદ સીપુ પાઇપ લાઇન યોજના અંતર્ગત મહાજનપુરામાં પંપીગ સ્ટેશનનું ઉદ્વાઘાટન કરવા માટે મુખ્યમંત્રી થરાદ પહોંચવાના છે. જેને પગલે ગ્રામજનોએ આ બેનરો લગાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.