///

મુખ્યપ્રધાનની કોલર ટ્યુનને લઇ કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. જેમાં વિપક્ષે મુખ્યપ્રધાન સહિત ટેલિફોન કંપનીઓ સામે પગલાં લેવા માગ કરી છે. આ સાથે પેટાચૂંટણીમાં કોલર ટયુન કોની મંજુરીથી ચલાવવામાં આવે છે જેવા સવાલો કર્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી નિશિત વ્યાસે ભારતીય ચૂંટણી પંચ તથા રાજય ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ભાજપના સ્ટાર પ્રચારક ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે. જેઓએ પંચને રજૂઆત કે એક નાની જાહેરાત, એક એડ ફિલ્મ કે બેનર કે પોસ્ટર પણ જાહેર કરવું હોય તો ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે છે. તો ભાજપ આ બાબતે મંજૂરી માગી હતી. તેમણે કોઇ ટેલિફોન કંપની બીએસએનએલ, વોડા ફોન, જીઓ, એરટેલ, રિલાયન્સ તેમની જોડે એમ.ઓ.યુ. કર્યા છે. તેમનો અવાજ કોલર ટયુનમાં આપવા માટે કોઇ રકમ નક્કી કરી છે.

વધુમાં જણાવ્યું હતુ કે શું તે રકમ તેમણે ચૂંટણી પ્રચાર ખર્ચમાં દર્શાવી છે. આ બધી બાબતો અંગે અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. આ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોય તો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ટેલિફોન કંપની સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published.