///

CM ગેહલોતે કહ્યું, લવ જેહાદ શબ્દ દેશમાં કોમી વેર ભડકાવવાની એક ચાલ છે…

રાજસ્થાનના મુ્ખ્યપ્રધાન અશોક ગેહલોતે લવ જેહાદને લઈને પ્રતિક્રિયા આપી છે. જેમાં લવ જેહાદ શબ્દ દેશમાં કોમી વેર ભડકાવવા માટેની એક ચાલ હોવાનું અશોક ગેહલોતે જણાવ્યું છે. અશોક ગહેલોતે આ અંગે ટ્વીટ કર્યું છે.

જેમાં અશોક ગેહલોતે કહ્યું કે, લવ જેહાદ એ ભાજપ દ્વારા દેશના ભાગલા પાડવા અને કોમી સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે લાવેલો શબ્દ છે. લગ્ન એ વ્યક્તિગત સ્વાતંત્ર્યની બાબત છે, તેને રોકવા કાયદો લાવવો એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને કાયદાની કોઇ પણ અદાલતમાં ટકશે નહીં. પ્રેમમાં જેહાદનું કોઇ સ્થાન નથી.

આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યો એક પછી એક કથિત ‘લવ જેહાદ’ પર અંકુશ મૂકવા માટે કાયદો લાવી રહ્યા છે. જેમાં યુપીના ગૃહ વિભાગે રાજ્યમાં ટુક સમયમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનોએ પણ તેની તૈયારી શરુ કરી દીધી છે.

નોંધનીય છે કે, ભાજપ શાસક રાજ્યો લવ જેહાદ વિરુદ્ધ માહોલ સર્જી રહ્યા છે. પરંતુ શું સરકાર પાસે લવ જેહાદ અંગે કોઇ પુરાવા આંકડા છે? વાસ્તવમાં આ પ્રશ્નનો જવાબ નહીં છે. સંસદમાં ગત ફેબ્રુઆરીમાં લવ જેહાદ અંગે સાંસદમાં એક પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં કેન્દ્રીય રાજ્યપ્રધાને જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, લવ જેહાદ નામ કાયદામાં નિર્ધારિત નથી. કોઇ પણ એજન્સી દ્વારા એવો કોઇ રિપોર્ટ કરાયો નથી.

Leave a Reply

Your email address will not be published.