///

દિલ્હીમાં 72 લાખ રાશનકાર્ડ હોલ્ડર્સને મળશે વિના મૂલ્યે રાશન તો ઓટો અને ટેક્સી ચાલકોને 5 હજાર રૂપિયા મદદની CM કેજરીવાલે કરી જાહેરાત

કોરોના મહામારીમાં જનતાને રાહત આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે દિલ્હીમાં 72 લાખ રાશનકાર્ડ હોલ્ડર્સને મફત રાશન આપવામાં આવશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે આ ફ્રી રાશન આગામી 2 મહિના સુધી આપવામાં આવશે. તેનો અર્થ એ નથી કે લોકડાઉન આગામી બે મહિના સુધી વધારવામાં આવ્યું છે. આ જાહેરાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે ગરીબોના કામ ધંધા બંધ થઈ ગયા છે. તેમને આ મહામારીના સમયમાં સરકાર તરફથી થોડી મદદ થઈ શકે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે દિલ્હીમાં જેટલા પણ ઓટો અને ટેક્સી ચાલકો છે તેમને 5 હજાર રૂપિયાની મદદ કરશે. તેમણે કહ્યું કે આ ખુબ કપરો સમય છે. બીજી લહેર ખુબ ખતરનાક છે. ચારે બાજુ દુખ છે. બધાને વિનંતી છે કે એકબીજાની મદદ કરો.

તેમણે તમામ પાર્ટીઓને પણ અપીલ કરી કે મહામારીના આ સમયમાં તેઓ રાજનીતિ ન કરે અને જનતાની મદદ માટે હાથ લંબાવે. તેમણે કહ્યું કે આ લડત આપણા બધાની છે. આથી તેની સામે મળીને લડવું પડશે. તેમણે અપીલ કરી કે બધા ધર્મના લોકો એકબીજાની મદદ માટે આગળ આવે.

Leave a Reply

Your email address will not be published.