///////

ગુજરાતના ભૂતપૂર્વ CM કેશુભાઇ પટેલનું 92 વર્ષની ઉંમરે નિધન

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું નિધન થયું છે.

આ વચ્ચે ધારીમાં સભા સંબોધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલએ કેટલાક દિવસો પહેલા કોરોનાને હરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.