///

CM રૂપાણીએ લગ્ન સમારોહને લઈને આપી આ મોટી છૂટછાટ..

ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટતું જાય છે. સાથે જ તહેવારોની ઉજવણી માટે લોકો માર્કેટમાં ખરીદી કરતા પણ નજર આવી રહ્યાં છે. તેવામાં દિવાળી બાદ આવતી લગ્નની મોસમ માટે મોટી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં લગ્ન સીઝનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતીકાલે 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. તો સાથે જ બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે તેવુ પણ કહેવાયું છે.

આ સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.