CM રૂપાણી દ્વારા રવિવારે સાંજે અમદાવાદ નગરપતિ નિવાસના નવા રિસ્ટોરેશન હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પૂર્ણ થતા છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા તથા પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોની CM રૂપાણીએ બેઠક યોજી સમીક્ષા કરી હતી.
અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલા નગરપતિ નિવાસ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થયાનું મનાઇ રહ્યું છે. જેમાં હાલમાં કોરોના કાળને પગલે સમગ્ર રાજ્યમાં કેસોની સંખ્યાને પગલે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સૌથી વધુ અસર થઇ હતી પરંતુ SVP હોસ્પિટલ સહિતની હોસ્પિટલો દ્વારા જે શ્રેષ્ઠતમ સારવાર શહેરીજનોને પૂરી પાડવામાં આવી તેનાથી શહેરમાં સંક્રમણને મોટા પાયા પર અટકાવી શકાયું છે.
આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા 15 લાખ વૃક્ષોનુ વાવેતર, કચરાના નિકાલની વ્યવસ્થા, જાહેર પરિવહન વ્યવસ્થા, રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરે જેવી સુવિધાઓ ઊભી કરી ‘જ્યાં માનવી ક્યાં સુવિધા’ નો મંત્ર ચરિતાર્થ કર્યો છે. CM રૂપાણીએ તમામ નેતાઓ અને હાજર AMCના હોદ્દેદારોની વાત ચીત બાદ કહ્યું કે, શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ ઊભી કરી શહેરને ઉત્તમ થી સર્વોત્તમ બનાવાની નેમ વ્યક્ત કરતાં અમે જે કહ્યું છે, તે કર્યું છે.
આ બેઠકમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, કેસી પટેલ, કૌશિક પટેલ, MLA સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. AMCએ કોરોના કાળમાં કરેલા કાર્યની CM રૂપાણીએ સરાહના કરતાં કહ્યું કે, 104 વાનને ફોન કરતાં જ તમારા ઘરના આંગણે આવીને ઊભી રહે અને તાત્કાલિક આરોગ્ય સારવાર મળે તેવું સુદ્રઢ વ્યવસ્થા તંત્ર કોર્પોરેશન દ્વારા ઉભુ કરાયું છે.